ડાયનેમિક IP કોન્ફિગરેશન
ડાયનેમિક IP કોન્ફિગર કરવાનાં પગલાં:
- Firefox અથવા Chrome વેબ બ્રાઉઝર ખોલો.
- બ્રાઉઝરનાં url ફીલ્ડમાં localhost અથવા 127.0.0.1 ટાઈપ કરો.
- Webmin સર્વર લોગિન ડાયલોગ બોક્સમાં તમારું લોગિન નામ = root અને પાસવર્ડ=thinux દાખલ કરો.
- Webminનાં ડાબી બાજુનાં પેનમાં Networking પર ક્લિક કરો. હાજર નેટવર્ક ઇન્ટરફેસની યાદી માટે Network Configuration પર ક્લિક કરો.
- તમે એડિટ કરવા માંગો છો તે નેટવર્ક ઇન્ટરફેસનાં નામ પર ક્લિક કરો. જો તમે વાયરલેસ નેટવર્ક પર છો તો wlan0 વિકલ્પ પર ક્લિક કરો.
- એકવાર ઇન્ટરફેસ ઓળખાઈ જાય પછી, તેને કોન્ફિગર કરવાનાં પગલાં છે
- જો તમે ઇન્ટરફેસને બુટ સમયે ચાલુ કરવા માંગતા હોવ, તો Activate at boot? ફીલ્ડને Yes પર સેટ કરો.
- પ્રોટોકોલ ફીલ્ડમાં DHCP પસંદ કરો.
- IP Address ફીલ્ડમાં, ક્યાં તો એક સરનામું દાખલ કરો અથવા તેને ડાયનેમિક રીતે અસાઇન કરવા માટે From DHCP વિકલ્પ પસંદ કરો.
- જે નેટવર્ક પર ઇન્ટરફેસ છે તેનાં નેટમાસ્કને 255.255.255.0 જેવા Netmask ફીલ્ડમાં દાખલ કરો.
- Primary Name Server ફીલ્ડમાં પ્રાઇમરી નેમ સર્વરનું સરનામું દાખલ કરો જેમ કે 4.2.2.2
- Secondary Name Server ફીલ્ડમાં સેકન્ડરી નેમ સર્વરનું સરનામું દાખલ કરો જેમ કે 8.8.8.8
- default domain ફીલ્ડમાં ડિફોલ્ટ ડોમેન ઉમેરો.
- Save and Apply દબાવો.
નવા IP સરનામાં સાથે નેટવર્ક ઇન્ટરફેસ રીસ્ટાર્ટ થવા માટે થોડી સેકંડ રાહ જુઓ અથવા ડિવાઇસને રીસ્ટાર્ટ કરો.